Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સુરત: રિક્ષામાં સહમુસાફરોના સ્વાંગમાં મોબાઇલ સહીત કિંમતી ચીજ વસ્તુની તફડંચી કરનાર ગેંગના ત્રણ શખ્સોની રંગે હાથે ધરપકડ

સુરત:ઓટો રીક્ષા ચાલકની મદદથી સહમુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ફોન સહિત કિંમતી વસ્તુ તફડાવતી ગેંગના ત્રણ જણા ઝડપાતા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે રીઢા ગુનેગાર હફીઝ ઉર્ફે બંટી સત્તાર શેખ (રહે. ડુંભાલ ટેનામેન્ટ, બંબાગેટ પાછળ, માનદરવાજા), ઇરફાન ઉર્ફે ઇપ્પો અબ્બાસ શેખ (રહે. ઇન્દરપુરા, ગધેવાનનો ટેકરો) અને જાવીદ ઉર્ફે મીથુન રસીદ શેખ (રહે. ગરીબ નવાઝનો ટેકરો, જુમ્માશા મસ્જીદની બાજુમાં, કાલીપુલ, સલાબતપુરા) ને ઓટો રીક્ષા નંબર જીજે-5 વીવી-8137 અને વીવો કંપનીના મોબાઇલ ફોન મળી કુલ રૃા. 24 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

(5:40 pm IST)