Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વડોદરામાં ઇલેક્ટ્રોનિક્સનો વેપારી વિદેશ ટુરમાં વાઈનની બોટલ ખરીદી વડોદરામાં વેપલો ચલાવતા ઝડપાયો: ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા

વડોદરા: શહેરમાં ઈલેકટ્રોનિકસનો વેપારી વિદેશની ટૂર કરે ત્યારે એરપોર્ટ પરથી ડયુટી ફી  વાઈનશોપમાંથી દારૃની બોટલ ખરીદી વડોદરા લાવીને વેચી દેતો હતો. પીસીબી પોલીસે વેપારીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે ગોત્રી ગામ અંબિકા મિલની ચાલમાં રહેતો વિનોદ ઘનશ્યામ પોલાણી સાસુ તારાબેન અશોકભાઈ  પઢિયાર સાથે રહે છે. વિનોદ વિદેશી દારૃનો ધંધો  કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબી પીઆઈ એમ.વી.ભગોરાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સ્થળે રેઈડ પાડવામાં આવી હતી. વિનોદના ઘરેથી પોલીસે વિદેશી દારૃની ૧૪ બોટલ (કિંમત રૃપિયા ૭૦,૫૦૦) કબ્જે કરી હતીવિનોદ પાસેથી કબ્જે કરેલી દારૃની બોટલો વિદેશી  બનાવટની હતી.

(5:39 pm IST)