Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વડોદરાના વાઘોડિયા તાલુકામા ગેસ એજન્સીના દારૂના પ્રકરણમાં તપાસ જિલ્લા એલસીબીએ હાથ ધરી: નામચીન બુટલેગરને ઝડપવા કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા:વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામ પાછળ આવેલ જી.આઇ.ડી.સી.માં  ભવાની ગેસ એજન્સીના બંધ  ગોડાઉનમાં નામચીન બુટલેગર લાલુ સિધીનો લાખો રૃપિયાનો વિદેશી દારૃ પોલીસે ઝડપી પાડવાના બનાવની તપાસ વાઘોડિયા પોલીસના બદલે હવે એલસીબી દ્વારા કરાશે.

વડોદરા- વાઘોડિયા રોડ પર દત્તપુરા પેટ્રોલપંપ પાછળ આવેલ જી.આઇ.ડી.સી. ખાતે ભવાની ઇન્ડિયન ગેસ એજન્સીના બંઘ ગોડાઉનમાં વાઘોડિયા પોલીસે દરોડો પાડી વિદેશી દારૃ ભરતા બે ઇસમો  પ્રદિપ ઓજારામ બીસ્નોઈ (રહે. કાછેલાગામ, તા- રાણીવાડા જી- જાલોર, રાજસ્થાન ) અને  ઘેવરચંદ બાઘરેજી બીસ્નોઈ (રહે .કરવાડા  તા- રાણીવાડ જી - જાલોર, રાજસ્થાન )ને ઝડપી પાડયા હતાં. બંનેના પોલીસે મેળવેલા રિમાન્ડ આવતીકાલે પુરા થતા બંનેને કોર્ટમાં ફરી રજૂ કરાશે.

(5:38 pm IST)