Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બનાસકાંઠા જિલ્લાના રડકા કેનાલ પાસે કારમાંથી ૪૯પ બોટલ દારૂ સાથે ૨ ઝડપાયા

સુઇગામ: બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષ તરૂણ દુગ્ગલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ ટીમ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન સાથેના પો.કોન્સ ચિરાગસિંહની બાતમી મળી હતી કે, રડકા કેનાલ પાસે એક કાર વિદેશી દારૂ ભરીને ઉભી છે.

                 એલસીબીએ બાતમીને આધારે રડકા કેનાલ પાસેથી હુન્ડાઇ કંપનીની ઇયોન ગાડીમાંથી ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ-495 કિ.રૂ.60840નો ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઈલ નંગ-2 કી રૂ 6000, રોકડ રકમ રૂ.18700, હુન્ડઇ કંપનીની ઇયોન કી. રૂ.2,00000 એમ કુલ કી. રૂ.2,85,540નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

                 સમગ્ર મામલે પોલીસે મહાવીર હનુમાન જાટ અને વિશનારામ ભગનારામ જાટ બન્ને રહે. સરલી તા.જી.બાડમેર રાજસ્થાન વાળાઓને પકડી પાડી ગુનો કરેલ હોઈ તેમની વિરુદ્ધ થરાદ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

(5:02 pm IST)