Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ લોકોએ તેલ લેવા પડાપડી કરી

કાંકરેજ: કાંકરેજના રાણકપુર પાસે નેશનલ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે અકસ્માતમાં રાહતબચાવ કામગીરીમાં ભાગીદાર થવાને બદલે લોકોએ રીતસર તેલ લેવા પડાપડી કરી હતી. સદનસીબે બંને ગાડીના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.

                  બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે એક તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ અકસ્માતમાં રાહતબચાવ કામગીરી કરવાને બદલે લોકોએ ટેન્કરમાંથી લીકેજ થતુ તેલ લેવા માટે પડાપડી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર જઇ વધુ તપાસ હાથ ધરી છે.

                સુત્રોએ જણાવ્યુ હતુ કે, તેલ ભરીને જઇ રહેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટેન્કર લીકેજ થયુ હતુ. જેની જાણ સ્થાનિકોને થતાં તેઓ લોકોએ રીતસર કેરબા લઇ જઇને તેલની લૂંટ ચલાવી હતી.

(4:59 pm IST)