Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સામે કરેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો

ડીસા: બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં ભાજપે કોંગી પ્રમુખ સામે કરેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે. કેટલાક સમયથી અવિશ્વાસનો મામલો શહેરમાં ચર્ચાના એરણે હતો. જેનો આજે અંત આવ્યો છે.

           ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ યુસુફખાન બેલીમ વિરુદ્ધ ભાજપે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. 5 નવેમ્બરે અવિશ્વાસ રજૂ કરવામાં આવેલી દરખાસ્તને બુધવારે પ્રમુખપદ પર ચાલી રહેલી ગરમ ચર્ચાનો અંત પ્રમુખ પરના વિશ્વાસથી આવ્યો હતો.

            મહત્વનું છે કે, ધાનેરા પાલિકામાં કોંગ્રેસના 17 અને ભાજપના 11 સભ્યો છે. જેથી ભાજપ દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસ દરખાસ્તને નિયમ મુજબ સભ્ય સંખ્યા ના મળતાં ભાજપનો રકાસ થયો હતો. જ્યારે કોંગ્રેસનો વિશ્વાસ વન-વે થયો હોવાની શહેરમાં માહોલ જામ્યો હતો.

(4:57 pm IST)