Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ચૂંટણી પંચે ખાંડા ખખડાવ્યાઃ સીમાંકન-રોટેશનમાં ફેરફારોની તૈયારી

તમામ તાલુકા-જિલ્લા પંચાયતો, નગરો-મહાનગરોમાં અનામત બેઠકો બદલાશેઃ રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારોની સંભાવના :રાજકોટમાં નવા વિસ્તારો ભળે નહિ તો ૭ર બેઠકોનું સીમાંકન યથાવત, અનામત બેઠકો બદલાશે

રાજકોટ તા. ૧૩ : રાજયમાં આવતા નવેમ્બર આસપાસ આવી રહેલી તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણીની પ્રાથમિક તૈયારી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમોની સાથે હવે નવા સીમાંકન અને જ્ઞાતિના રોટેશનની કામગીરી હાથ પર લેવામાં આવી છ.ે વોર્ડની સંખ્યા અને બેઠકો નકકી કરવાનું કામ સરકારનું છે આગળની ચૂંટણી લક્ષી કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. રાજકોટમાં માધાપર, મોટામૌવા જેવા વિસ્તારો ભેળવવાની ચર્ચા ચાલે છે. નવા મોટા વિસ્તારો ભળે તો વોર્ડનું સીમાંકન નવેસરથી થશે નહિતર હાલના સીમાંકન મુજબ ૧૮ ર્વોની ૭ર બેઠકોની ચૂંટણી થશે હાલ જે વોર્ડમાં અનામત બેઠકો છે તેમાં સ્થાન ફેરફાર થશે.

ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આવતા નવેમ્બરમાં યોજવાની પ્રક્રિયા શરૂ થઇ છે. અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર-એમ.૬ મહાનગરોની ચૂંટણીઓ એક સાથે યોજાશે. આ ચૂંટણીઓ નવા સીમાંકન મુજબ યોજવી કે કેમ તેની રાજકીય નિર્ણય હજી સુધી  લેવાયો નથી જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજય ચૂંટણી પંચે એની રીતે તૈયારી શરૂ કરી છે.ે જેમાં ૬ મહાનગરોમાં નવા ભેળવવામાં આવનારા વિસ્તારો અંગેની દરખાસ્તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મગાવાઇ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાને નિસબત છે. ત્યાં સુધી તેમાં બોપલ-ઘુમા નગરપાલીકા સહીત સરદાર પટેલ રિંગ રોડની આસપાસ આવેલી ૧૦ થી વધુ ગ્રામ પંચાયતો ભેળવવાનું વિચરાઇ રહ્યું છે. જેમાં નવા ચિલોડા, શાહવાડી, છારોડી, અસલાલી જેવી ગ્રામ પંચાયતો સામેલ છે.

અનૂસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ વગેરે માટે નિશ્ચિત માત્રામાં અનામત બેઠકો રખાયા છ.ે સીમાંકન અને રોટેશન ફરવાથી રાજકીય સમીકરણોમાં પણ મોટા ફેરફારો થશે. દરેક વોર્ડમાં સરેરાશ વસ્તીનું સપ્રમાણ રહે તેવો ચૂંટણી પંચનો નિયમ છ.ે રાબેતા મુજબનું રોટેશન દર ૧૦ વર્ષે થાય છ.ે જે શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં સીમાંકનમાં ફેરફાર નથી ત્યાં ર૦રપમાં નવુ સીમાંકન થશે.

(3:31 pm IST)