Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજ્યમાં ભારે વરસાદ -માવઠાંના કારણે પાકને નુકસાન : 90 ટકા સર્વે કામગીરી પૂર્ણ : કેબિનેટ બેઠકમાં રિપોર્ટ રજૂ

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કરવામાં આવેલા સર્વે અંગે કૃષિ વિભાગ આજે કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ થયો. કૃષિ વિભાગે 90 ટકા સર્વે પૂરો કર્યો છે. રાજ્યમાં માવઠાંના કારણે 6 લાખ હેકટરમાં પાકને નુકસાન થયું છે. જેમાં 5.25 લાખ હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ. મુખ્ય સચિવે કેબિનેટ બેઠક પહેલા કૃષિ વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને કૃષિ નિયામક હાજર રહ્યા.

કૃષિ વિભાગ પાક નુકસાનીનો રિપોર્ટ મુખ્ય સચિવને સોપ્યો છે . મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની કૃષિ વિભાગને સૂચના આપી હતી. સર્વે પૂર્ણ થયા બાદ પાક નુકસાનીના વળતર અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થતા કૃષિ વિભાગ વીમા કંપનીઓ સાથે બેઠક કરશે.

(2:04 pm IST)