Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ દ્વારા સફાઈ અભિયાન સાવરણી લઈ શાળાના વર્ગખંડમાં સાફ સફાઈ કરી

બાળકો બીમાર ના પડે તે માટે ડીઇઓએ જાતે શાળામાં સફાઈ કરતા વિડિઓ વાયરલ

અમદાવાદ ગ્રામ્યના DEO દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ડીઈઓ હાથમાં સાવરણી લઈ શાળાના વર્ગખંડમાં સાફસફાઈ કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલથી શાળાઓ શરૂ થનાર છે. જેને લઈને બાળકો બીમાર ના પડે તે માટે ડીઇઓએ જાતે શાળામાં સાફસફાઈ કરી હતી અને શાળાના શિક્ષકોને પણ સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી

(1:55 pm IST)