Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ: સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો

દેવદિવાળીએ રાત્રીએ ખુબ ફટાકડા ફોડતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ

અમદાવાદ : અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ હવામાં પ્રદૂષણ વધ્યું છે અમદાવાદનો સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો છે. આવુ બનવા પાછળનું કારણ દેવ દિવાળીમાં ફોડવામાં આવેલા ફટાકડા હોવાનુ સામે આવી રહ્યુ છે.

 મળતી વિગત મુજબ દેવ દિવાળી બાદ આ હવા બગડી છે. સુત્રોનું કહેવુ છે કે રાત્રીનાં સમયે લોકો દ્વારા ખૂબ ફટાકડા ફોડવામા આવ્યા હતા જેને કારણે લોકોને આજે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. સૌથી વધુ અસર વૃદ્ધ અને નાના બાળકોને થઇ રહી છે.

  દિલ્હીમાં જ્યા હવા પ્રદૂષણનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે તેમા એક નવુ નામ અમદાવાદનું જોડાવવા જઇ રહ્યુ છે. અહી ગઇ કાલે રાત્રીથી પ્રદૂષણનાં સ્તરમાં બદલાવ જોવા મળ્યો છે. શહેરનો સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો છે. જેના કારણે સવારે રોડ-રસ્તાઓ ધૂધળા દેખાઇ રહ્યા હતા. શહેરમાં એક તરફ રસ્તાઓની હાલ ખરાબ છે, કોઇ પણ જગ્યાએ ખાડા પડેલા જોઇ શકાય છે ત્યારે હવે એર પોલ્યુશનથી અમદાવાદી વધુ હેરાન થઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે

(1:38 pm IST)