Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ઇફકો એ ક્ષેત્ર પરિક્ષણ માટ નેનો ટેકનોલોજી આધારીત 'નેનો કોપર' ઉત્પાદનો રજુ કર્યા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા ૧૨ : વિશ્વની સોૈથી મોટી ખાતરની સહકારી મંડળી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમીટેડે (ઇફકો) તેની માતૃ સંસ્થા ગુજરાતમાં કલોલ એકમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેનો નાઇટ્રોજન, નેનોઝિંક, નેનો કોપર, ક્ષેત્ર પરિક્ષણ રજુ કરીને તેની નેનો ટેકનોલોજી આધારીત પ્રોડકટ રેન્જ રજુ કરવાની જાહેરાત કરી છે.

આ નેનો ઉત્પાદનોને શ્રી સદાનંદ ગોૈડા, કેન્દ્રીય મંત્રી, રસાયણ અને ખાતર, શ્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીયમંત્રી, કૃષિ અને ખેડુત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ, શ્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી, શિપીંગ (સ્વતંત્ર હવાલો), રાજય પ્રધાન રસાયણો અને ખાતર ,શ્રી પુરૂષોતમ રૂપાલા, કેન્દ્રી રાજય મંત્રી કૃષિ અને ખેડુત કલ્યાણ અને પંચાયતી રાજ, શ્રી નીતીન પટેલ, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજય, શ્રી જયેશ રાદડિયા, આદ્ય મંત્રી, નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી ગુજરાત સરકારશ્રી બી.એસ. નકઇ, ચેરમેન ઇફકો, શ્રી દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન ઇફકો અને ડો.યુ.એસ. અવસ્થી એમ.ડી. ઇફકો, તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ઇફકોએ નેનો ઉત્પાદનોના પરિચયની સાથે આ ઉપ્તાદનો ભારતભરમાં એક સાથે ક્ષેત્ર પરિક્ષણ હેતુ શરૂઆત કરવા માટે ભારતના દરેક રાજયમાંથી પ્રગતિશીલ કુલ ૩૪ ખેડુતોને આમંત્રિત કર્યા છે. જેમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ખેડુતો પણ છે. આા ઉત્પાદનોનું અદ્યંતન સંશોધન અને  વિકાસ કલોલ એકમ ખાતે ઇફકો નેનો બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટર (એનબીઆરસી)માં સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસીત કરવામાં આવ્યું છે.

(12:58 pm IST)