Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કિસ કરવાના બહાને પતિએ જીભ કાપીઃ પત્નિ મહિના બાદ પણ ન ખાઈ શકે છે, ન બોલી શકે છે!

અમદાવાદ, તા.૧૩: કિસ કરવાના બહાને પત્નીની જીભને બહાર ખેંચી ચાકૂથી કાપી નાખવાના જુહાપુરાના કિસ્સામાં મહિલાની સારવાર કરી રહેલા ડોકટરોએ પણ આવો કેસ પહેલા કયારેય નથી જોયો. પીડિત મહિલાની હજુય સારવાર ચાલી રહી છે, પરંતુ જીભ કપાઈ જતાં તે ખોરાક ચાવી શકવા માટે અસમર્થ છે. અય્યુબ મન્સુરી નામના વ્યકિતએ મહિના પહેલા કિસ કરવાના બહાને પોતાની પત્નીની જીભ કાપી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે, તે ખોરાક ચાવી નથી શકતી. પરિવારજનો તેને મિકસરમાં જમવાનું પીસીને આપે ત્યારે તે ખાઈ શકે છે. પતિએ કરેલા દ્યાતકી હુમલા બાદ હાલ પીડિતા પોતાના પિયર રહે છે, અને તેનો ભાઈ તેમજ ભાભી તેનો ખ્યાલ રાખી રહ્યા છે. ડોકટર્સનું માનીએ તો, મહિલાની ૪૦ ટકા જીભ કપાઈ ગઈ છે, જેના કારણે તે બોલી પણ નથી શકતી. તે કંઈખ બોલવાનો પ્રયાસ કરે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા પર જ તે શું કહેવા માગે છે તે ખ્યાલ આવે છે.

વીએસ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો. શૈલેન્દ્ર સિંદ્યના જણાવ્યા અનુસાર, જીભના કેન્સરનો ભોગ બનેલા લોકોની જીભ કાપવી પડે ત્યારે તેમની આ પ્રકારે ટ્રીટમેન્ટ અપાતી હોય છે. જોકે, કોઈની જીભ ચાકૂથી કાપી નખાઈ હોય તેવો આ પહેલો કિસ્સો અમારી પાસે આવ્યો છે. ડોકટરોને આવા પ્રકારનો કેસ ભણાવવામાં પણ નથી આવતો. ત્રણ મહિના બાદ મહિલાની જાંદ્ય કે પછી હાથની સ્કીન લઈને મહિલાની જીભ બનાવાશે.

મહિલા પર માઈક્રોસર્જરી ઉપરાંત નર્વ્સનું પણ કનેકશન કરવું પડશે. એકવાર મહિલાને જીભ મળી જાય તે પછી તે ખોરાકને મોઢામાં આદ્યો પાછો કરી શકશે, અને સરળાથી જમી શકશે, સમય જતાં તે બોલી પણ શકશે.

પીડિતાએ કહ્યું હતું કે, અય્યુબ સાથે તેના બીજા લગ્ન હતા. તેમની વચ્ચે અવારનવાર ઝદ્યડા થતાં રહેતાં હતાં, પરંતુ પતિએ છેલ્લે તેની સાથે જે કર્યું તેની તેણે કલ્પના પણ નહોતી કરી. જે દિવસે આ દ્યટના બની તે દિવસે એવો કોઈ ઝદ્યડો પણ નહોતો થયો. બંનેએ સાથે કેક કાપી હતી, અને પછી પોતે સૂઈ ગઈ હતી. અય્યુબે તે વખતે તેની પાસે આવી ફ્રેંચ કિસ કરવા માટે કહ્યું હતું, અને તે દરમિયાન જ તેણે જીભ બહાર ખેંચી કાપી નાખી હતી.

(9:49 am IST)