Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

૨૦૧૭માં ગુજરાતમાં પાક કેદીની સંખ્યા વધારે નોંધાઈ

એનસીઆરબીના આંકડામાં દાવો કરાયો : ૬૬ પાકિસ્તાની નાગરિકોમાં સાત અપરાધીઓ અને ૫૯ કાચા કામના કેદી નોંધાયા હોવાનો કરવામાં આવેલો દાવો

અમદાવાદ, તા. ૧૨ : પાકિસ્તાન સાથે જમીન અને મેરિટાઇમ સરહદ ધરાવનાર ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકો મોટી સંખ્યામાં જેલમાં રહ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં પાકિસ્તાની કેદીઓની સંખ્યા સૌથી વધારે નોંધાઈ હતી. જેલના આંકડામાં આ અંગેની વાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૭માં ભારતમાં સળિયા પાછળ રહેલા પાકિસ્તાની નાગરિકોની સૌથી વધુ સંખ્યા ગુજરાતમાં નોંધાઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૬૬ પાકિસ્તાની નાગરિકોમાં સાતને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ૫૯ અન્ડરટ્રાયલના અથવા તો કાચાકામના કેદીઓ હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સિવાય પણ જુદા જુદા રાજ્યોમાં પાકિસ્તાની કેદીઓ ભારતીય જેલોમાં રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ૪૩ જેટલા પાકિસ્તાની કેદીઓ સળિયા પાછળ રહ્યા છે.

             ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પંજાબમાં પણ આંકડો નોંધાયો છે. આ ઉપરાંત વિદેશી મૂળના કેદીઓ પણ નોંધાયા છે. રાજ્યના નિષ્ણાતોના કહેવા મુજબ માછીમારોને પણ આ ગાળા દરમિયાન મોટી સંખ્યામાં પકડી પાડવામાં આવ્યા હતા. આવા કેદીઓના સ્વરુપમાં માછીમારો પણ રહેલા છે. રાજ્યોની અંદર પશ્ચિમ બંગાળના વિદેશી દેશોમાંથી અપરાધીઓ અને કાચાકામના કેદીઓની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. ગુજરાતમાં ત્રણ આફ્રિકન અપરાધીઓ રહેલા છે જેમાં એક નાઇઝિરિયન નાગરિકનો સમાવેશ થાય છે. ૨૦૧૭માં ગુજરાતની જેલમાં કેદીઓની વાત કરવામાં આવે તો તમામ આંકડા સ્પષ્ટ થઇ જાય છે. ૨૦૧૭માં કુલ ૧૨૪૫૨ પુરુષ અને ૫૫૫ મહિલા કેદીઓ ગુજરાતની જેલમાં હતા જ્યારે કુલ સંખ્યા ૧૩૦૧૧ જેટલી નોંધાઈ છે. આંકડામાં જોવામાં આવે તો ચાર અપરાધીઓને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા જારી કરાયા છે તે દર્શાવે છે કે, ૨૦૧૭ના ગાળા દરમિયાન જેલના કેદીઓ દ્વારા ૮.૬ કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. જેલમાં કેદીઓને દરરોજ સૌથી વધુ સંભવિત ચુકવણી દિલ્હીમાં કરવામાં આવે છે જ્યારે કેદીઓના કલ્યાણ માટે જેલ બજેટની ફાળવણી રાષ્ટ્રીય સરેરાશપૈકી ગુજરાતમાં ૧૯.૭ ટકા રહી છે.

ક્યાં કેટલા પાક કેદીઓ

અમદાવાદ, તા. ૧૨ : પાકિસ્તાન સાથે જમીન અને મેરિટાઇમ સરહદ ધરાવનાર ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકો મોટી સંખ્યામાં જેલમાં રહ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં પાકિસ્તાની કેદીઓની સંખ્યા સૌથી વધારે નોંધાઈ હતી. એનસીઆરબીના આંકડા મુજબ ૨૦૧૭માં ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાની નાગરિકો કેદી તરીકે નોંધાયા હતા. ક્યા કેટલા પાકિસ્તાની નાગરિકો વર્ષ ૨૦૧૭ના આંકડા મુજબ નોંધાયા હતા તે નીચે મુજબ છે.

રાજ્ય......................................... પાકિસ્તાની કેદીઓ

ગુજરાત........................................................... ૬૬

જમ્મુ કાશ્મીર.................................................... ૪૩

પંજાબ............................................................. ૩૧

રાજસ્થાન......................................................... ૨૧

દિલ્હી............................................................... ૨૦

ઉત્તરપ્રદેશ…………………………………....૨૦

(9:15 pm IST)