Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બનાસકાંઠાના થરાદ અને લાખણી પંથકમાં વરસાદી ઝાપટું : ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણી પંથકમાં પણ કમોસમી વરસાદનું ઝાપટુ આવ્યું હતું. થરાદના જેતડાની આજુબાજુના વિસ્તારમાં સાંજે વરસાદ શરૂ થયો હતો. તો સતત આવી રહેલા વરસાદને કારણો લોકોમાં રોગચાળાની ભીતી પણ જોવા મળી રહી છે. બીજીતરફ ખેડૂતોની મુશ્કેલી દૂર થવાનું નામ લઈ રહી નથી.

(12:42 am IST)