Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

દાવલી નજીક ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત : ૪ લોકોના મોત

અરવલ્લીના મોડાસા તાલુકાના બનાવને લઇ ચકચાર : ટ્રકની ટક્કરથી રિક્શાનો ભુક્કો બોલી ગયો : ગંભીર રીતે ઘાયલ અન્ય ત્રણને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

અમદાવાદ, તા.૧૨ : અરવલ્લીના જિલ્લાના મોડાસાના દાવલી પાટીયા નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રકની ટક્કરથી રીક્ષાનો ભુક્કો બોલી ગયો હતો અને મોટાભાગના લોકો ત્યાં જ મોતને ભેટયા હતા. આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને એકસાથે ચાર લોકોના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, પોલીસે બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો, ઇજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી પાટિયા નજીક આજે પૂરપાટઝડપે માંતેલા સાંઢની જેમ આવી રહેલી એક મોટી ટ્રકે નાનકડી રીક્ષાને હડફેટે લઇ લીધી હતી અને ટ્રક-રીક્ષા વચ્ચે જોરદાર ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો.

               જેમાં ઘટનાસ્થળે જ ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતકોમાં મહિલા, બાળકોનો પણ સમાવેશ થાય છે, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.  અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જેને લઇ સમગ્ર રોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રકની ટકકરથી રીક્ષાનો તો જાણે ભુક્કો બોલી ગયો હતો, રીક્ષાના એકેય પાર્ટસ શોધ્યે ના જડે તેવી હાલત થઇ હતી. તેના કારણે જ ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:09 pm IST)
  • અમદાવાદ કોહીનૂર જૈન શાસનના સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસુરી મ.સા. બપોરે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા : આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે દેવવંદન અને ગુણાનુવાદ સભા access_time 4:51 pm IST

  • ઘોર કળીયુગ : ત્રણ દિવસમાં નિવૃત થવાના હતા પિતા : રહેમરાહે નોકરીની લાલચમાં પુત્રએ પતાવી દીધા : છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં અનુકંપા પર નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી : યુવક અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી લીધા: સન્ના થાણા ક્ષેત્રમાં મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેના પુત્ર જીવન સાય અને તેના બે સહયોગીની ધરપકડ કરી :સન્નાના જંગલમાં મહાબીર સાયની લાશ મળી હતી access_time 1:11 am IST

  • ૧લી ડીસેમ્બરથી તમામ ટોલ થશે કેસલેસ : ટોલ ક્રોસ કરવા ફાસ્ટટેગ હોવુ ફરજીયાતઃ ટોલ પર ફાસ્ટટેગ ફરજીયાત access_time 3:42 pm IST