Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કરજણના સમસપુરા ગામની સીમમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓ પકડાયા : ચાર ફરાર

ત્રણ બાઈક , એક ઓટોરિક્ષા મળી કુલ રૂપિયા ૧,૯૧,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે

કરજણના વરણામા પોલીસ મથકની હદમાં અાવેલા સમસપુરા ગામની સીમમાં જુગાર રમતા જુગારીઓ પર પોલીસે દરોડો કરીને બે જુગારીઓ ઝડપી લીધા છે જ્યારે ચાર જુગારીઓ ફરાર થઇ જતા પોલીસે  જુગારીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 પી.એસ.આઈ જયદીપસિંહ સરવૈયાની સૂચના મુજબ પોલીસના માણસો સમસપુરા ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે સમસપુરા ગામની સીમમાં કેટલાક ઈસમો પત્તા પાનાંનો જુગાર રમી રહ્યા છે. પોલીસે રેઇડ કરી જુગારીયાઓને કોર્ડન કરી સ્થળ ઉપરથી બે જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ ઉપરથી ફરાર થઇ ગયેલા ચાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી ત્રણ મોટર સાઇકલ અને એક ઓટોરિક્ષા મળી કુલ રૂપિયા ૧,૯૧,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસની રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી (૧) મેહુલભાઈ મણિલાલ વણકર રહે.સમસપુરા (૨) તરુણભાઈ જયંતિભાઈ તડવી રહે.સમસપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે (૧)ચંદ્રકાન્ત અભેસિંહ પાટણવાડિયા રહે.મુસ્તુપુર ગામડી (૨) શશીકાન્ત મંગળભાઈ રાઠોડિયા રહે.મુસ્તુપુર ગામડી (૩) નરેશભાઈ રાવજીભાઈ રાઠોડિયા રહે.સમસપુરા (૪) હેમંતભાઈ મયુરભાઈ નાયક રહે.સમસપુરાનાઓને વોન્ટેડ આરોપી જાહેર કરી ફરાર અારોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:57 pm IST)