Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બીલીમોરામાં આદિવાસી નૃત્યની પરંપરા જળવાઈ: લાભપાંચમના દિવસે થયેલ આયોજનમાં 25 ટીમોએ ભાગ લીધો

બીલીમોરા: સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં લુપ્ત થતી જતી આદિવાસી લોકનૃત્ય ઘેરીયા હરીફાઈનું લાભપાંચમનાં દિવસે આયોજન થયું હતું. આ રપમું વર્ષ હોવાથી આ પ્રસંગે ઘેરીયા-નૃત્ય અને ગીતો પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં કુલ-૧૧ ટીમોએ ભાગ લીધો હતો.

બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને અન્ય સંસ્થા દ્વારા ર૪  વર્ષથી દરવર્ષે લાભ પાંચમનાં શુભ દિને ઘેરીયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં આદિવાસીના લોકનૃત્ય ઘેરીયા કે જે લુપ્ત થઇ રહ્યા છે તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  છુટી છવાઈ ઘેરીયા મંડળીયાઓને એક જગ્યા પર પોતાનો કસબ બતાવવાની આ હરીફાઈએ તક પુરી પાડી છે. 

વર્તમાન ઈન્ટરનેટ યુગમાં પણ આ લોકકલાને જીવંત રાખવાનો પ્રયાસને આજે રપ વર્ષ થતાં હોવાથી આ પ્રસંગે ડો.ઈશ્વરચંદ્ર દેસાઈ લિખીત ઘેરીયા નૃત્ય અને ગીતો નામનાં પુસ્તકનું વિમોચન ઓલ ઈન્ડિયા આર્કિટેક્ટ એસોસીએશનનાં પ્રમુખ રાજેન્દ્રકુમાર દેસાઈ  (મૂળ રહે.વલોધ, બીલીમોરા અને હાલ રહે.અમદાવાદ)નાં હસ્તે કરવામાં આવ્યું હતું. ઘેરીયા હરીફાઈને નિહાળવા માટે લોકોએ ખુબ મોટી સંખ્યામાં ભીડ કરી હતી.

 

(4:31 pm IST)