Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં કારે બાઇકને હડફેટે લીધી: વૃદ્ધને ઇજા થતા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

અમદાવાદ:વસ્ત્રાપુરમાં સ્કોર્પિયોના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તે બેભાન થઈ ગયો હતો. આથી એક વૃધ્ધે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવા જણાવતા ગાડીનો ચાલક ઉશ્કેરાયો હતો. બાદમાં સ્કુટર પર જઈ રહેલા વૃધ્ધને ગાડીના ચાલકે ટક્કર મારીને નીચે પાડી દીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 આ બનાવની વિગત મુજબ સોલામાં શ્રીશરણ એપાર્ટમેન્ટમાં રહેતા ઠાકોરભાઈ પાટણવાડીયા (૬૫) ૧૨ નવેમ્બરના રોજ બપોરે ટીવીએસ જ્યુપીટર લઈને સાલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની આગળ જઈ રહેલા સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી.

 આથી ઠાકોરભાઈએ ગાડીના ચાલકને કહ્યું હતું કે બાઈક ચાલક બેભાન થઈ ગયો છે માટે તમે તેને સારવાર માટે દવાખાને લઈ જાવ.

 જેને પગલે ઉશ્કેરાયેલા ગાડીના ચાલકે તુ તારૃ કામ કર નહી તો તને પણ ઉડાવી દઈશ એમ કહ્યું હતું. બાદમાં સિગ્નલ ખુલતા ઠાકોરભાઈ જ્યુપીટર લઈને એનએફડી સર્કલ તરફ રવાના થયા હતા.

(4:24 pm IST)