Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઊંઝા- સિદ્ધપુર રોડ વચ્ચે મુક્તપુર બસ સ્ટેશન પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો:કારણ અકબંધ

 

ઊંઝા-સિદ્ધપુર વચ્ચે મગફળી ભરેલો ટ્રક મક્તુપુર બસ સ્ટેન્ડ પાસે સળગ્યો હતો  ટ્રકમાં આશરે 500 થી 600 જેટલી મગફળીની બોરીઓ ભરેલી હતી. આગની ઘટના બનતા થોડો સમય માટે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ ગઇ હતી.

  ઘટનાની જાણ થતા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ સાથે મળીને આગને કાબૂ કરી હતી. જો કે હજુ સુધી આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવી શક્યુ નથી.

(12:50 am IST)
  • અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2 કિલો 584 ગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો : 36 હજાર 500 નાં મુદ્દામાલ જપ્ત કર્યો access_time 9:59 pm IST

  • મંગળવારે ઇંધણના ભાવમાં ઘટાડો યથાવત :પેટ્રોલમાં લિટરે 12 પૈસા અને ડીઝલમાં પણ 12 પૈસા લિટરે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળતી રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ છેલ્લા છ મહિનાના નીચલા સ્તરે સરક્યા ;આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટાડાનો ગ્રાહકોને મળતો ફાયદો access_time 12:58 am IST

  • રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં વીરા દેસાઈ રોડ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આગ ભભૂકી : બે લોકોના મોત :રાત્રે 8-30 વાગ્યા આસપાસ ટ્રાન્સકોન ઇમારતના 10માં અને 11માં માળે આગ લાગી ;ફ્લેટ ન,10001માં ફસાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા :ફ્લેટમાં હોલમાં બે સળગેલા શબ મળ્યા :ફ્લેટ ન,1001 અને 11માં માળે કેટલાક ભાગમાં વીજળીના તાર,ઘરનો સમાન,લાકડાનું ફર્નિચર બળીને ખાખ access_time 12:47 am IST