Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અંકલેશ્વરણ કોસમડી વિસ્તારમાં ગેરકાયદે પક્ષીઓ કેદમાં રાખતા બે લોકોની વન વિભાગે કરી અટકાયત

અંકલેશ્વરમાં ગેરકાયદેસર પક્ષી વેચતા અને કેદ રાખતા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કોસમડી વિસ્તારમાં આવતા ગણેશપાર્ક -3 વિસ્તારમાં તપાસ કરતાં એક ઘરમાંથી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન અને ભારતીય પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓને વન વિભાગે કબજે કર્યા છે. સમગ્ર પ્રકરણમાં શંકાનાં આધારે બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

(10:17 pm IST)