Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજ્યમાં GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારાઈ :હવે 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અરજી થઇ શકશે

ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવા અંગે GPSCના ચેરમેને કરી જાહેરાત કરી

અમદાવાદ : રાજ્યમાં GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધી છે. હવે 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અરજી થઇ શકશે.21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે અરજી કરી શકાશે. આ ,માટેની સમયમર્યાદા 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવા અંગે GPSCના ચેરમેને કરી જાહેરાત કરી છે

(12:13 am IST)