Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજપીપળા હરસિધ્ધિ મંદિરમાં આઠમના દિવસે ભક્તોને દર્શનાર્થે મંદિરમાં ન જવા દેતા ભક્તોમાં નારાજગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા નવરાત્રી ની આઠમ એટલે મહત્વનો દિવસ હોય દૂર દૂરથી ભક્તો રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શનનાર્થે આવ્યા હતા પરંતુ આયોજકો દ્વારા મંદિરની અંદર દર્શન માટે પ્રવેશ બંધ કરી દેતા ભક્તોમાં નારાજગી જોવા મળી હોય કેટલાક ભક્તોએ આ માટે મામલતદારને ટેલિફોનિક રજુઆત કરી ત્યારે મામલતદારે અમે આવી કોઈ સૂચના આપી નથી તેમ જણાવતા સ્પષ્ટ જણાઈ આવ્યું કે મંદિરના આયોજક દ્વારા પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં દર્શનાર્થે ગયેલા સ્થાનિક ભક્તો એ જણાવ્યું હતું કે આજના આ પવિત્ર દિવસે ભક્તો દૂર દૂરથી પગપાળા પણ આવતા હોય છે તેમને માતાજીના દર્શન માટે મંદિર માં નહિ જવા દઈ બહારથી દર્શન કરવાનું કહેતા તેમજ દાન પેટી પણ બહાર મૂકી દેતાં ભક્તો નારાજ જોવા મળ્યા હતા.

ભક્તોના જણાવ્યા મુજબ મામલતદારે મંદિર માં ન જવા બાબતે કોઈ સૂચના નથી આપી બીજી બાજુ સરકારે અમુક છૂટછાટ આપી હોવા છતાં આમ આયોજકો દ્વારા મનમાની થતા આ બાબતે અધિકારીઓ એ મનમાની કરનાર સામે પગલાં લેવા જોઈએ

(10:39 pm IST)