Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પ્રધાન મંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના લોન્ચીંગ માટે રાજ્યની જનતા વતી વડાપ્રધાનનો આભાર માનતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

ગુજરાત આ પરિયોજનાનું પણ નેતૃત્વવ લઇને દેશને રાહ ચીંધશે

અમદાવાદ ;રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોન્ચ કરાયેલ દેશવ્યાપી પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન સંદર્ભે  રાજ્યના નાગરિકો વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રી વાઘાણીએ કહ્યું કે, વિકાસની વિવિધ પરિયોજનાના પ્રોજેક્ટોનો ઝડપી અમલ થાય અને ગુણવત્તાલક્ષી કામો સત્વરે પૂરા થાય એ આશયથી વિવિધ વિભાગોના સંકલનથી કામ માટે લોન્ચ કરાયેલ આ માસ્ટર પ્લાનનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકર સમયબદ્ધ આયોજન કરીને દેશને રાહ ચિંધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે આ પ્રોજેક્ટના પરિણામે જનહિતના વિકાસ કામોમાં વિભાગો સાથે સંકલનના અભાવે જે મુશ્કેલીઓ પડતી હતી તે હવે દૂર થશે. ઉદ્યોગો તથા જાહેર સેવાક્ષેત્ર માટે પણ આ પ્લાન અત્યંત મહત્વનો પૂરવાર થશે જેના કારણે રોડ, રસ્તાઓ, હોટલો, એરવે જેવી સુવિધાઓમાં ઓવરલેપીંગના પ્રશ્નો થતા હતા તે હવે વિવિધ  વિભાગોના સંકલનના પરિણામે નાબૂદ થશે. 

(8:01 pm IST)