Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શિવાંશને વેક્સિનેશન થયેલું એ ચાઈલ્ડ હુડ હોસ્પિટલની અનોખી પહેલ : 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી આપશે

ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને હીના માતાપિતા તરીકે જ આવતા હતા

ગાંધીનગરમાં મળી આવેલ શિવાંશને 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે હોસ્પિટલમાં શિવાંશનું વેક્સિનેશન થયું હતું તે જ હોસ્પિટલમાં સેવા ફ્રી આપવામાં આવશે. જો કે હાલ બાળકને અનેક લોકોએ રાખવા માટેની તૈયારીઓ બતાવી છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે.

મંગળવારે ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતને સાથે રાખી અમદાવાદની બે હોસ્પિટલમાં તપાસ પંચનામુ કર્યું. બોપલ ખાતે આવેલી ચાઈલ્ડ હુડ હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા દાખવી બાળકને 12 વર્ષ સુધી તમામ સારવાર માટેનો ખર્ચ અને વેક્સિનેશનનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવી છે. મહત્વનું છે કે હાલમાં બાળકને સગા પિતા દ્વારા તરછોડવામાં આવ્યો હતો, તેવા બાળક માટે ડોકટરોએ માનવતા દાખવી અને સ્મિતના ભવિષ્યની ચિંતા કરી.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે સ્મિતનો જન્મ થયો હતો. હીના અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. સ્મિતના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમિયાન હીના અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે હીનાએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.

આ ઉપરાંત સ્મિતને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને હીના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે સ્મિતને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં સ્મિતને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો મેળવી હતી.

(7:49 pm IST)