Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને નવરાત્રિની અષ્ટમીએ આદ્યશક્તિ ધામ અંબાજીમાં મળ્યા વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવલી નવરાત્રિની ભેટ અંબાજી ગબ્બરના તળેટીમાં કામ ચલાઉ કાચા આવાસના ભરથરી પરિવારોને આપી: ૩૩ લાભાર્થીઓને દરેકને ૮૦ ચો. મીટરના પ્લોટની સનદ મુખ્યમંત્રીએ લાભાર્થીઓને વિતરીત કરી: મકાન સહાયની કુલ ૪૦ લાખની રકમ પણ લાભાર્થીઓને અર્પણ કરી ઘરના ઘરનું સપનું સાકાર કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ : વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને નવરાત્રિની અષ્ટમીએ આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ  મળ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવલી નવરાત્રિની ભેટ અંબાજી ગબ્બરના તળેટીમાં કામ ચલાઉ કાચા  આવાસના ભરથરી પરિવારોને આપી.હતી
 સૌને માટે ૨૦૨૨ સુધીમાં આવાસનો પ્રધાનમંત્રી મોદીનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગવી સંવેદના દાખવીને મુખ્ય મંત્રીની સૂચનાનો ત્વરિત અમલ કરી છે,માત્ર પાંચ જ દિવસમાં રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસ પ્લોટ મંજુર કરી ‘કહેવું તે કરવું’ની નેમ સાકાર કરી છે, ૩૩ લાભાર્થીઓને દરેકને ૮૦ ચો. મીટરના પ્લોટની સનદ મુખ્યમંત્રીએ લાભાર્થીઓને વિતરીત કરી છે .
મકાન સહાયની કુલ ૪૦ લાખની રકમ પણ લાભાર્થીઓને અર્પણ કરી ઘરના ઘરનું સપનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટેલે સાકાર કરાવ્યું છે
 બનાસકાંઠાના આવાસ વિનાના ૩૩ ભરથરી લાભાર્થી પરિવારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કાયમી આવાસ સરનામું મળ્યું છે  છેલા ૧૦ વર્ષમાં રાજ્યના વિચરતી વિમુક્ત જાતિના ૨૧૨૬૪ લાભાર્થીઓને ૯૨.૩૫ કરોડ રૂપીયાની આવાસ સહાય રાજ્ય સરકારે આપી છે

 

(6:49 pm IST)