Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અમદાવાદ :આર્થિક મંદીના કારણોસર ઓઢવમાં પેસેન્જરના સ્વાંગમાં અજાણ્યો શખ્સ રિક્ષામાં ડ્રાઈવરને ચપ્પુની અણીએ રાખી લૂંટ ચલાવી છૂમંતર.....

અમદાવાદ: કોરોનાની મહામારી બાદ આર્થિક મંદીના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટ અને ધાડના બનાવો વધી રહ્યા છે. ઓઢવમાં પેસેન્જના સ્વાંગમાં અજાણ્યો શખ્સ રિક્ષામાં બેઠો હતો અને ચાલું રિક્ષામાં ડ્રાઇવરના ગળા ઉપર છરો મૂકીને રિક્ષા ઉભી રખાવ્યા બાદ ધક્કો મારીને ડ્રાઇવરને નીચે પાડીને રિક્ષાની લૂંટ ચલાવી પલાયન થઇ ગયો હતો.

આ કેસની વિગત એવી છે કે  જશોદાનગર નવી વસાહત ખાતે રહેતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ધમેન્દ્રસિંહ બાબુસિંહ ભદોરીયા (ઉ.વ.૩૦)એ  અજાણ્યા શખ્સ સામે ઓઢવપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે ૩.૪૫ વાગે તેઓ રિક્ષા લઇને સોનીની ચાલી બ્રિજ નીચે ઉભા હતા આ સમયે અજાણ્યા શખ્સે નારોલ આવવું છે કહેતા ફરિયાદીએ હા પાડી હતી, જેથી તે રિક્ષામાં બેસી ગયો હતો  અને ઓઢવ ગીતા ગૌરી સિનેમા પાસેથી રિક્ષા પસાર થઇ રહી હતી આ સમયે અજાણ્યા શખ્સે ફરિયાદીને ગળા પર છરો  મૂકીને રિક્ષા ઉભી રખાવવા કહ્યું હતું.

(6:01 pm IST)