Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સુરતના વરાછામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગમાં ગાબડું પડતા ટ્રેકટર બેઝમેન્ટમાં લટકાયું

સુરત: વરાછા મીની બજારમાં  બિલ્ડીંગમાં  ગ્રાઉન્ડ ફલોરના પાર્કિગમાં ગાબડુ પડતા રેતી ભરીને આવેલા ટ્રેકટરની ટ્રોલી બેઝમેન્ટમાં લટકી ગઇ હતી. જયારે  બેઝમેન્ટમાં પાર્ક 8 થી 10 મોટર સાઇકલો   સ્લેબના ભાગ અને રેતી નીચે દબાઇ ગઇ હતી.

ફાયર સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં  મીનીબજાર નજીક સવાણી રોડ પર જી.કે ચેમ્બર્સમાં  જુનું થઇ ગયુ હોવાથી રિવોનેશનની કરવા માટે  તૈયારી શરૃ કરી હતી.  આજે બપોર ગ્રાઉન્ડ ફલોર પર પાર્કિગના ભાગે રેતી ભરેલુ ટ્રેકટર આવ્યુ હતુ. તે સમયે અચનાક ગ્રાઉન્ડ ફલોરના સ્લેબના ભાગમાં જોરદાર ધડાકા સાથે ગાબડુ પડયુ  હતુ. જે ગાબડામાં ટ્રેકટરના ટ્રોલીનો ભાગ નીચે બેઝમેન્ટમાં લટકી ગયો હતો. તુટેલા સ્લેબના ભાગ અને ટ્રેકટરની રેતી બેઝમેન્ટમાં પાર્ક કરેલી 8થી10 બાઇક પર પડતા દબાઇ ગઇ હતી.  લોકોએ  કાટમાળ નીચે દબાઇ ગયેલી મોટરસાઇકલો બહાર કાઢી હતી. આ અંગે ફાયર અધિકારી વિનોદભાઇ રોજીવડીયાને જાણ થતા તરત ફાયરજવાનો સાથે દોડી આવ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. જયારે આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સુત્રોએ કહ્યુ હતુ. નોધનીય છે કે  આ ચેમ્બર્સને રિંપેરીંગ કામ કરવા માટે વરાછા ઝોનના અધિકારીએ અગાઉ નોટીસ આપી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

(5:55 pm IST)