Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સુરત:સિક્યુરિટી ગાર્ડ પિતાએ એક સાથે બને દીકરીને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ચાર મહિના અગાઉ માતાનું છત્ર ગુમાવનાર બે સગી બહેનને તેના પિતાએ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. રાત્રે નિંદ્રાધીન પુત્રીની બાજુમાં સુઇ જઇ અશ્લીલ હરકત કરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરપ્રદેશના બારાબંસી જિલ્લાનો રહેવાસી ઇન્દ્રનાથ રામકિશોર મિશ્રા (ઉ.વ. 42) અમરોલી-ઉત્રાણ રોડ વિસ્તારમાં રહે છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઇન્દ્રનાથને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે જયારે પત્ની સંગીતાનું ગત જુન મહિનામાં અવસાન થયું હતું. એકાદ મહિના અગાઉ મોટી પુત્રી કવિતા (ઉ.વ. 22 નામ બદલ્યું છે) રાત્રે સુતેલી હતી ત્યારે ઇન્દ્રનાથ તેની બાજુમાં સુઇ જઇ અશ્લીલ હરકત કરી હતી. પિતાના અક્ષોભનીય વર્તનથી કવિતા ડરી ગઇ હતીઅને તેણે તુરંત જ તેના મામાને સમગ્ર બાબતની વાકેફ કરતા ઇન્દ્રનાથે માફી માંગી લીધી હતી. દરમિયાનમાં ગત રાત્રે ધાગા કટીંગનું કામ કરતી કવિતા રાત્રે 12.30 વાગ્યાના અરસામાં કામ પતાવી બાથરૂમ જઇ રહી હતી ત્યારે હવસખોર નરાધમ પિતા ઇન્દ્રનાથે પુનઃ કવિતાને નિશાન બનાવવાનો પ્રયાસ કરી અશ્લીલ હરકત કરી કીસ કરવા લાગ્યો હતો.

 

(5:51 pm IST)