Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના શપથ લેવડાવ્યા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ અને આમંત્રિતોની ઉપસ્થિતિ

રાજકોટ તા.૧૩ ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી અરવિંદ કુમારને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં  હોદ્દાના શપથ લેવડાવ્યા હતા*

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ અને આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

    રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ વિધાનસભા અધ્યક્ષાએ જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પ ગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:56 pm IST)