Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગાંધીજી અને નહેરૂજી વિશે વડોદરાની પાર્થ સ્‍કૂલના સમાજશાષા ભવનના શિક્ષકે વિવાદાસ્‍પદ શિક્ષણ આપતા પ્રિન્‍સીપાલ દ્વારા નોટીસઃ લેખિતમાં ખુલાસો માંગ્‍યો

ઓનલાઇન શિક્ષણ દરમિયાન વિવાદાસ્‍પદ ટિપ્‍પણી કરતા ડખ્‍ખો

વડોદરા: વડોદરાના પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતી. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક રાજ ભટ્ટ દ્વારા સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયના અન્ય વિગતો વિદ્યાર્થીઓને આપી હતી. શિક્ષણ આપવા દરમિયાન ભારતની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપિતા ગાંધીજી અને નેહરુ વચ્ચે ચાલતી મિલીભગત અને કેટલીક પાર્ટીઓ હિન્દુ મુસ્લિમની ડિવાઇડ રાખી પોતાની વોટબેંક ચલાવી રહ્યા છે જેથી વિવાદ સર્જાયો છે.

વડોદરાની કારેલીબાગ સ્થિત પાર્થ સ્કૂલમાં હાલમાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયની કેટલીક બાબતો શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી હોવાથી વિવાદ સર્જાયો છે. વડોદરા પાર્થ સ્કૂલના શિક્ષક રાજ ભટ્ટ દ્વારા સમાજ શાસ્ત્રોના અભ્યાસ સમયે વિદ્યાર્થીઓને એવું જણાવ્યું હતું કે વર્ષો પહેલા ગોરખપુરમાં ઉપવાસ પર ઉતરેલા ભારતીય લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કરી ઘાયલ કર્યા હતા અને તેમાં કેટલાકના મોત પણ થયા હતા. એ પછી લોકોએ ઉશ્કેરાઇને પોલીસ સ્ટેશનમાં ફરજ પર બ્રિટિશ ભાઈને મારી નાંખ્યા હતા. તેથી ગાંધીજીને ઝટકો લાગ્યો હતો.

શિક્ષકે વિદ્યાર્થીઓેને શીખવાડ્યુ હતું કે, ગાંધીજી અને નેહરુની મિલીભગત હતી. ગાંધીજી ‘સ્વદેશી સ્વદેશી’ કરતા હતા અને નહેરુ ‘વિદેશી વિદેશી6 કરતા હતા. નહેરુ પ્રધાનમંત્રી બન્યા પછી 555 સિગાર લેવા માટે ચાર્ટર્ડ પ્લેન વિદેશ મોકલવામાં આવતું હતું અને મેરુ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી.

શિક્ષક પાર્થ ભટ્ટ દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે, નેહરુ નવાબો સાથે પાર્ટી કરતા હતા અને લોકો ભૂખથી તરસતા હતા. કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે. ખરા બધા ચોર છે. ભારતમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમની એકતા રહી હતી. પરંતુ મુસ્લિમ લીગ ભારતમાં પાવરફુલ થઈ. તેઓને હિન્દુ મુસ્લિમની એકતા ગમતી ન હતી. હાલમાં પણ કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે કે હિન્દુ મુસ્લિમને ડિવાઇડ કરવામાં માને છે તો જ તેમની વોટબેંક બચશે.

(4:45 pm IST)