Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આખરે પ્રધાનોને મળ્યા અંગત સચિવ-અંગત મદદનીશ

રાજયના વહીવટી વિભાગે નિમણુકનાં ઓર્ડરો જારી કર્યાઃ પ્રધાનોને પડતી મુશ્કેલીઓનો અંતઃ હવે વહીવટી તંત્રની ગાડી દોડશે : રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન વી. ગણાત્રા બન્યા વિનોદભાઇ મોરડીયાના અંગત સચિવઃ અરવિંદ રૈયાણીના અંગત મદદનીશ તરીકે તા. વિ. અધિકારી રજનીકાંત માણીયાની નિમણુક

રાજકોટ તા. ૧૩ :.. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવું મંત્રી મંડળ રચાયા બાદ પ્રધાનોના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણુકની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. હવે આજે રાજયના સામાન્ય વહીવટ વિભાગે નિમણુંકોને મંજૂરી આપી છે. રાજયના તમામ પ્રધાનોના અંગત સ્ટાફની નિમણુંકો અંગેનો પરિપત્ર પણ આજે બહાર પાડવામાં આવ્યો છે.

પ્રધાન મંડળની રચના બાદ અંગત સ્ટાફની નિમણુકો નહિ થતાં પ્રધાનોને વહીવટી કાર્યોમાં મુશ્કેલી પડતી  હતી. આજે હવે નિમણુંકો થતાં હવે તેઓને રાહત થઇ છે એટલું જ નહિ હવે વહીવટી કાર્યોના નીપટાશમાં પણ ઝડપ આવશે.

રાજય સરકારના નાયબ સચિવ ડો. જયશંકર ઓધવાણીએ એક પરિપત્ર બહાર પાડયો છે. પ્રધાનોને પોતાની પસંદગીનો સ્ટાફ મળ્યો છે કે પછી 'ઉપર'થી જ નિમણુંકો થઇ છે તે જાણી શકાયું નથી.

રાજકોટના અરવિંદભાઇ રૈયાણીના અંગત સચિવ તરીકે એમ.ડી.શાહ અધિક અંગત સચિવ તરીકે કૌશિક મોદી અને અંગત મદદનીશ તરીકે રજનીકાંત ચાણીયાની નિમણુંક કરવામાં આવી છે.

જયારે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદભાઇ મોરડીયાના અંગત સચિવ બન્યા છે.

(3:55 pm IST)