Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અદ્દભુત ઈતિહાસનું શબ્દચિત્ર રૂપી પુસ્તક જેલ ગૃહમંત્રીને અર્પતા ડો.કે.એલ.એન.રાવ

મહાનુભાવોની અલભ્ય વાતો, કેદીઓ સંચાલિત કરોડોના ટર્નઓવરવાળા બિઝનેશની વાતો જાણી હર્ષ સંઘવી હર્ષથી ઝૂમી ઊઠયા : કેદીઓને આત્મનિર્ભર બનાવવા માટેની પ્રવૃતિઓ સહિતની કામગીરી બદલ ગુજરાતના જેલવડાને અભિનંદન આપ્યા

રાજકોટ, તા.૧૩:  ગુજરાતની સાબરમતી જેલમાં ફકત આંતકવાદીઓ અને ખુંખાર ગુનેગારો માટે લોખંડી સુરક્ષા ધરાવતી જેલ એટલી જ તેની ઓળખ નથી, આ જેલમાં પૂજય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ અને લોકમાન્ય તિલક જેવા મહા પુરુષો પણ રહી ચૂક્યા છે, તે સમયની અદભૂત યાદો અને સંસ્મરણો વાગોળવા તે એક અમૂલ્ય તક છે, આ જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોમાં ચાલતા કરોડોના ઉધોગ અને તે પણ કેદીઓ સંચાલિત હોય તે જાણીને જ આશ્ચર્ય થાય પરંતુ આ બધી સત્ય ઘટનાઓ છે , આવી અદભૂત ઇતિહાસ પુસ્તક જેલ તરીકે કંડારાઈ ગયો છે, આવી અદભૂત ગાથા આલેખતું પુસ્તક તાજેતરમાં જ નવ નિર્મિત તરવરિયા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવેલ.     દેશની જેલોમાં આજ સુધી કયારેય પણ ન થયું હોય તેવું વડાપ્રધાનના આત્મ નિર્ભર સ્વપ્નને મૂર્તિ મંત કરતું પુસ્તક ગુજરાતના જેલ વડા અને સિનિયર આઇપીએસ દ્વારા જ લેખન સંકલન થયું છે તેવા ડો.કે.એલ.એન.રાવ દ્વારા જ આ પુસ્તક તરવરિયા ગૃહમંત્રીને અર્પણ થતાં ગુજરાતની જેલમાં ચાલતી અદભૂત પ્રવૃત્તિઓ બદલ ખૂબ પ્રસંશા વ્યકત કરી ,ગુજરાતની જૈલોને પ્રતિષ્ઠિત એવોર્ડ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

(3:54 pm IST)