Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સુરતમાં યુનિવર્સિટીમાં ગરબા મુદ્દે થયેલા વિવાદ બાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંધનું એલાન

સુરત,તા.૧૩: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા રમવા મુદ્દે થયેલા વિવાદ બાદ આજે એબીવીપીએ બંધનું એલાન આપ્યું છે, તો બીજી તરફ યુનિવર્સિટીમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની દ્યટના બાદ વિદ્યાર્થીઓ હવે લડી લેવાના મૂડમાં છે તે જોતા વિદ્યાર્થીઓ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનના PI અને PSIને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરનાર અન્ય ૩ પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બંધનું એલાન આપ્યું છે.

વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસે દ્યસડી-દ્યસડીને મારવાની ઘટના બાદ મંગળવારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની બહાર ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ એબીવીપીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓ સાથે દમન કરનાર સામે પગલા લેવાની માંગ કરી હતી અને ઉમરા પોલીસ મથકનો દ્યેરાવ પણ કરાયો ભારે સુત્રોચ્ચાર કર્યો હતો.

સુરતના યુનિવર્સિટી કેમ્પલમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે દ્યર્ષણની દ્યટના સામે આવ્યા બાદ પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનું કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિએ ગરબાની મંજૂરી આપી હોવા છતા કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો કહી પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજાર્યાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસની દમનકારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને JCPને તપાસ સોંપાઈ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જયારે ગરબા રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા વગર ગરબા રમો છો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કહીને વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરી હતી જેમાં કેટલાય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો એ બાબતને લઈને ત્યારે પોલીસની વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

(3:05 pm IST)