Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભરૂચ નજીક મજુરીએ આવેલા ૧૦થી ૧૨ શ્રમિકો ઉપર અંધાપાનું જોખમ

૧૨થી ૬૫ વર્ષના ભોગ બનનારાઓની આંખો ખુલતી નથીઃ સારવાર તો શું મહેનતાણુ પણ આપ્યા વગર કોન્ટ્રેકટરે હાથ ઉંચા કરી દીધા !

બાંસવાડા, તા. ૧૩ :. ભરૂચ જિલ્લાના પાનોલીની એક ફેકટરીમાં મજુરીએ આવેલા ૧૦થી ૧૨ શ્રમિકોની આંખની રોશની ચાલી જવાનો ખતરો પેદા થયો છે. આ શ્રમિકોને કામ પર તો લગાડી દેવામાં આવ્યા હતા પરંતુ તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યુ ન હતું. રાજસ્થાન પત્રિકાના અહેવાલ મુજબ સારવાર તો ઠીક પરંતુ આ મજુરોને મહેનતાણુ પણ આપ્યા વગર હાંકી કાઢવામાં આવ્યા છે.

બાવડીપાડાના આંટ અને ટાડાવડલાના ગામ જાડી અને નિશ્નાવટના કેટલાક લોકો ગુજરાતમાં મજુરીએ આવ્યા હતા તેમને એક ફેકટરીમાં ચૂના અને પ્લાસ્ટરના કામ ઉપર લગાવવામાં આવ્યા હતા. એકાદ મહિનોે અહીં કામ કર્યુ હતુ. આ દરમિયાન કોઈ કેમીકલ રીએકશનના કારણે મજુરોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી અને આંખો પુરેપુરી ન ખુલવાની સમસ્યા ઉદભવી હતી. આ તમામને સારવાર અને મહેનતાણુ આપ્યા વગર જ કોન્ટ્રેકટરે હાંકી કાઢયા છે. જે મજુરોને તકલીફ ઉભી થઈ છે તેમા સજ્જનગઢ પંચાયતના બાવડીપાડા ગામના રામસિંહ (૪૯), મિતેશ (૨૫), વિમલ (૧૪), રમીયા (૨૪), લાલી (૬૩), શામજી (૬૬), રોશન (૧૪) અને પિનલ (૧૨) તથા ગ્રામ પંચાયત ટાડાવડલાના જાડીના રહેવાસી ધુલીયા (૨૬), વર્ષા (૩૦), મોહન અને જંગુ (રહે. નિશ્નાવટ)નો સમાવેશ થાય છે.

(3:04 pm IST)