Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માર્ગ મકાન વિભાગના ૧૨ મુખ્ય ઇજનેરોની બદલી : સિંચાઇના ૨ સચિવોને છુટ્ટા કરાયા

પટેલિઆ માર્ગ મકાન વિભાગમાં : એન.કે.પટેલ હાઉસીંગ બોર્ડમાં : ગાંધીનગર વીજીલન્સ કમિશનમાં

રાજકોટ,તા.૧૩ : રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર કક્ષાના ૧૨ અધિકારીઓની બદલી કરી છે. જ્યારે સિંચાઇ વિભાગમાં નિવૃત પછી સચિવ તરીકે કરાર આધારિત ફરજ બજાવતા એમ.પી.રાવલ અને એમ.કે.જાદવની સરકારી સેવાનું સમાપન કરતો હુકમ કર્યો છે. વિભાગના ખાસ સચિવ કે.એ.પટેલને એ જ વિભાગમાં શ્રી જાદવની જગ્યાએ મુકવામાં આવ્યા છે.

માર્ગ મકાન વિભાગમાં મુખ્ય ઇજનરે કક્ષાએ ફેરફારો થયા છે. જેમાં એન.કે.પટેલને ગુજરાત હાઉસીંગ બોર્ડમાં, એસ.કે. પટેલને વિશ્વ બેંક પ્રોજેકટમાં, જે.એ.ગાંધીને વીજીલન્સ કમિશનમાં, બી.સી. પટેલને શહેરી વિકાસ મિશનમાં, અશોક કે. પટેલને  માર્ગમકાન વિકાસ નિગમમાં, પી.આઇ. પટેલને વિભાગમાં રોડ એન્ડ બિલ્ડીંગમાં, કે.એન.પટેલને રોડ એન્ડ બિલ્ડીંગમાં, પી.એમ.ચૌધરીને આરોગ્ય પ્રોજેકટ અમલીકરણ યુનિટમાં પી.કે.સંઘવીને સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં, એચ.સી.મોદીને નેશનલ હાઇવેમાં અને વાય.એમ.ચાવડાને રોડ એન્ડ બિલ્ડીંગ શાખામાં મુકવામાં આવ્યા છે. કરાર આધારિત કે.કે.પટેલની સેવા પૂર્ણ કરી દેવામાં આવી છે.

(3:04 pm IST)