Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નરેન્દ્રભાઇ દ્વારા ઇટાલીને બદલે ગુજરાતની રાષ્ટ્રિય એકતા પરિષદને પ્રાધાન્ય આપતા આઇપીએસ ફેરફારમાં ઇન્ટરવેલની ભિતી

નિશ્ચિત મનાતી બઢતી બદલી દિવાળી પહેલા ન થાય તો બહુ નવાઈ પામવા જેવું નહિ ગણાય : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અંતર્ગત નર્મદા કેવડીયા ખાતે પરેડ સાથે ગંગા આરતી જેવી નર્મદા કિનારે આરતી પ્રોજેકટની પૂર્ણતા રૂપે પીએમ ચાલુ માસના અંતે આવે છેઃ યોગાનુંયોગ ગુજરાતના એ. સી. એસ.હોમ રાજીવ ગુપ્તા હસ્તક જે નર્મદાની મહત્વની જવાબદારી કારણભૂત ગણવામાં આવી રહી છે

રાજકોટ તા.૧૩, ૨૦૦૭ બેચના જામનગર એસપી દિપેન ભદ્ર સહિત ૬ એસપી લેવલના અધિકારીઓ તથા ડાયરેકટ આઇપીએસ અધિકારીઓને એસપી પદે બઢતી સહિત ડીઆઇજી અને આઇજી લેવલના સિનિયર અધિકારીઓની બઢતી અને ડીવાયએસપી લેવેલના અધિકારીઓને પ્રમોશન સાથે તળીયા ઝાટક નીશ્ચીત મનાતા ફેરફારોને ફરી એક વખત બ્રેક લાગે તેવી ભિતી ટોચના આઇપીએસ અને સચિવાલય વર્તુળો સેવી રહ્યા છે.

  સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈટાલી ખાતે ની કોન્ફરન્સને બદલે નર્મદા કેવડિયા ખાતે ચાલુ માસના અંતે અર્થાત્ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે યોજાનાર એકતા દિવસની પરેડ તથા હરીદ્વારની ગંગા આરતી માફક નર્મદા કિનારે આરતી માટેના આયોજન અંતર્ગત કાર્યક્રમ વિગેરેને મહત્વ આપ્યું હોવાથી ઇટાલીમાં તેવો વર્ચ્યૂઅલ સંબોધન કરી ગુજરાતની બે દિવસની મુલાકાત લેશે તે પ્રકારનો તંત્રને અણસાર મળી જતા હવે બધા બીજા કામો પાછળ ચાલ્યા જાય તો નવાઈ નહી, પીએમ ગુજરાત આવી રહ્યાની તંત્રને ખાત્રી એ માટે છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહસચિવ અજિત ભલ્લા નર્મદા આવેલ અને તે બેઠકમાં ખુદ રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહેલ.                                          

 બદલી બઢતીની પ્રક્રિયા જેઓ હસ્તક છે તેવા એડિશનલ ચીફ સેક્રેટરી હોમ રાજીવ ગુપ્તાના શિરે નર્મદા કેવડીયા વિકાસની જવાબદારી હોવાથી સ્વાભાવિક તે બઢતી બદલી કરતા પીએમ વડા પ્રધાનની મુલાકાત ટોપ પ્રાયોરીટીમા હોય, મતલબ ઇનટરવેલ  પડવાની પૂરી સંભાવના છે.

જામનગરના દિપેન ભદ્ર સહિત અડધો ડઝન એસપી,રાજકોટ રેન્જવડા સંદીપસિહ, અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ વિગેરેનો બઢતીમાં સમાવેશ

 જામનગર એસપી દીપેન ભદ્ર સહિત અડધો ડઝન એસપી, રાજકોટ રેન્જ વડા સંદીપસિહ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને રાજકોટના હાલના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદનો સમાવેશ છે, સૌરાષ્ટ્રના ચોક્કસ પ્રોબેશનર ડાયરેકટ આઇપીએસ તથા ૨૦૦૭ બેચના જે અન્ય આઇપીએસ છે. તેમાં હાલ કેન્દ્ર પ્રતીનીયુકતી પર આઇબી મા ગયેલ દિવ્ય મિશ્રા, ભૂતકાળમાં કચ્છમાં ફરજ બજાવી હાલ સીઆઈડી ક્રાઈમમા એસપી તરીકે ફરજ બજાવતા સૌરભ તોલંબિયા, અમદાવાદ ખાતે ઝોન ૩મા ડીસીપી અને અમરેલી અને કચ્છના પૂર્વ એસપી મકરંદ ચૌહાણ, રેલવે  મહિલાએસપી અને વિરમગામ ખાતે એસ.આર.પી. કમાન્ડન્ટ તરીકે કાર્યરત આર.એમ . પાંડેનો સમાવેશ છે.

(3:07 pm IST)