Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પોઇચા બ્રિજ પર વાહન ચાલકને માર મારવાની ઘટનામાં રાજપીપળાના GRD જવાનની ધરપકડ કરાઈ

પોઇચા બ્રિજ ઉપર બોલેરો વાહન લઈ પસાર થઈ રહેલા ચાલક યોગેશ વસાવા અને ગાડીમા બેઠેલા શ્રમિક ને ખાખી યુનિફોર્મ પહેરેલ GRD અને અન્ય ત્રણ થી ચાર જણા એ ભેગા મળી ઢોર માર મારવા ની ઘટના બીથલી પેટ્રોલપંપ ના cctv કેમેરા મા કેદ થતા ભાંડો ફૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોઈચા નજીક ના સેવા સેતુ બ્રિજ ઉપર રાજપીપળા તરફના છેડે ખાખી ડ્રેસ પહેરેલ GRD જવાન જેવા દેખાતા ઇસમે બોલેરો ગાડી ને દંડો ઊંચો કરી રોકાવાનો ઈશારો કરતા વાહન ચાલકે વાહન થોડું આગળ ઉભું રાખતા ઉશ્કેરાયેલા ખાખી ધારી એ ચાલકને ડંડાના સપાટ મારી સાઈડ મિરર તોડી નાખ્યા હતા જેથી ગભરાયેલો ચાલક ગાડી લઈ ભાગવા માંડતા ખાખીધારી અને અન્ય સાદા કપડા પહેરેલ મો.સાઇકલ ચાલકો એ પીછો કરી બોલેરો ને બીથલી પેટ્રોલ પમ્પ પાસે આંતરીને ચાલકને ગાડીમાંથી ઉતારી માર મારવાનો શરૂ કરતા ચાલક અને શ્રમિક નહિ મારવા માટે કાકલૂદી કરી રહયા હતા, પરંતુ સત્તાના નશામા બેફામ બનેલા ખાખી ધારી અને અન્ય સાદા કપડામાં રહેલા યુવાનો એ રોડ ઉપર દોડાવીને માર માર્યો હતો અને આ સમગ્ર ઘટના CCTV કેમરા મા કેદ થઈ છે. ત્યારબાદ ઇજા પામેલ બોલેરો વાહન ચાલક ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 જોકે આ ઘટના સીસીટીવી માં કેદ થતા શિનોર પોલીસે સીસીટીવી ફુટેજ ના આધારે એક ઇસમની અટક કરતા આ ઈસમનું નામ જગદીશ વસાવા છે અને તે જીઆરડી જવાન તરીકે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બાજવતો હોવાનું અને આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બે  ઈસમો હજુ ફરાર હોવાનું શિનોર પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.

(10:35 pm IST)