Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ઇતિહાસમાં પ્રથમ વખત પાવાગઢ મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશેઃ દર્શનાર્થીઓ માત્ર માતાજીના વર્ચ્‍યુઅલ દર્શન કરી શકશે

પંચમહાલ: નવરાત્રિના તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અનેક નિર્ણયો લેવામાં આવે છે. આવામાં નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રહેવાનું છે તેવી જાહેરાત કરાઈ છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. આ નવરાત્રિએ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પર્વમા પાવાગઢ માકાળીનુ અનેરુ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આવામાં કોરોના ન વકરે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે.

ગત મહિને યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારને લઈ ભક્તોની ભારે  ભીડ જોવા મળી હતી. ધોમધખતા તાપ અને ગરમીના માહોલમાં પણ ભક્તોની અવર જવર રાબેતામુજબ જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી નવું ધાન્ય માતાજીને ધરાવ્યાં બાદ ખાવાની પરંપરાને લઈ આસ્થાળુઓ ઉમટી પડ્યા હતા. તેથી આવી સ્થિતિ નવરાત્રિમાં ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

(4:51 pm IST)