Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અમદાવાદના છારાનગર અને મોહનિયા વાસમાં દેશી દારૂના હાટડીએ દરોડા: મહિલા બુટલેગરની ટીંગાટોળી કરી ધરપકડ

પોલીસે બે દિવસમાં બે વખત રેડ કરી : દારૂ તૈયાર કરવા માટેનો વોશનો પણ નાશ કર્યો

અમદાવાદ : આમ તો ગુજરાતમાં દારુબંધી છે. પરંતુ અમદાવાદનું સરદારનગર અને છારાનગર જાણે દારૂબંધીના કાયદાથી બાકાત હોય તેવી સ્થિતી છે. અહીં દારૂ મળવો જાણે સામાન્ય  વાત છે

 આ બદીને ડામવા માટે પોલીસે ફરી એકવખત મેગા ડ્રાઇવ યોજી હતી જેમાં છારાનગર અને મોહનિયા વાસમાં પોલીસે દેશી દારૂની હાટડી પર રેડ કરીને દેશી દારૂ કબજે કર્યો.હતો તેમજ દારૂ તૈયાર કરવા માટેનો વોશનો પણ નાશ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે બે દિવસમાં બે વખત રેડ કરી છે. જેમાં પોલીસે આજે પાડેલી રેડમાં મહિલા બુટલેગરના ઘરમાંથી પોલીસે દેશી દારૂ કબજે કર્યો હતો જ્યારે મહિલાએ પ્રતિકાર કરતા મહિલા બુટલેગરની ટીંગાટોળી કરીને ધરપકડ કરાઇ હતી.

(10:41 pm IST)