Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ગુજરાતમાં ગૌચરની જમીન પરથી દબાણો હટાવવા ટીડીઓને આદેશ

ગાંધીનગરઃ શહેરોમાં સ્ટેટ, નેશનલ હાઇવે ઉપર રખડતા ઢોરોના ટોળા જોઇને ગુજરાત સરકારને ફરીથી  ગૌચરની જમીનો ઉપર થયેલા  દબાણો યાદ આવ્યા છે. રાજયના વિકાસ કમિશ્નરે  ે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પોલીસ પહેરા સાથે ગામેગામ ગૌચરમાંથી દબાણો દૂર કરવા આદેશો કર્યા છે.

સોમવારથી રાજયભરમાં ગૌચર દબાણ હટાવ ડ્રાઇવ શરૃ કરીને જિલ્લા વિકાસ અધિકારીઓને રીપોર્ટ મોકલવા વિકાસ કમિશ્નરે તમામ ટીડીઓને આદેશ કર્યા છે. વિકાસ  કમિશ્નરની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં ૪.૭ર લાખ ચોરસ મીટર ગૌચરની જમીનમાં દબાણો થઇ ગયા છે.

દબાણોમાં ખાસ કરીને કોર્મશિયલ દબાણોને અગ્રિમતાના ધોરણે દૂર કરવા ટીડીઓને અપાયેાલ આદેશમાં કહેવાયુ છે કે ઉભા પાકને લગતા દબાણો અને રહેણાંકને લગતા દબાણો દૂર કરવા સુલેહ-શાંતિનો ભંગ ન થાય તેના માટે સ્થાનિક મામલતદાર અને પોલીસ ઇન્સપેકટરના સંકલનમાં રહીને ડ્રાઇવ ચલાવવાની રહેશે.

(1:04 pm IST)