Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વિધાનભાસભાની ચૂંટણી માટે કોંગ્રેસ માટે ભારે વિટંબણા સર્જાતી જાય છે : ગુજરત ભાજપાના કોર્પોરેટરો તો મહારાષ્‍ટ્રના ચૂંટણી પ્રચારે ઉપડી ગયા ત્‍યારે ગુજરાતમાં કોંગ્રેસને તો અમરાઇવાડી અને બહેરામપુરાની સીટો જીતવા માટે પણ ધોળે દિવસે તારા દેખાઇ તેવા અણસાર

અમદાવાદ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચૂંટાયેલા એવા એક ડઝન કોર્પોરેટરો કે જેમાં પુર્વ મેયર ગૌતમ શાહ ,સ્ટેડીયમ વોર્ડના પ્રદીપ દવે વગેરેનો સમાવેશ થાય છે. આ તમામને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં મુંબઈ ખાતે પ્રચાર અને પ્રસારની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ ૨૨ ઓકટોબર સુધી મુંબઈમાં ભાજપના ઉમેદવારો માટે મુંબઈમાં વસતા ગુજરાતીઓ વચ્ચે જઈ પ્રચાર અને પ્રસાર કરશે.

આ તરફ કોંગ્રેસને ગુજરાતમાં એમા પણ ખાસ કરીને અમરાઈવાડી વિધાનસભા પેટાચૂંટણી અને બહેરામપુરા અમપા પેટાચૂંટણી જીતવાના પણ ફાંફા પડી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા એ અગાઉ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓ પ્રવકતા તરીકે રાજીનામુ આપી ચુકેલા એવા બદ્દરૂદીન ગુલામ મોયુદીન શેખને મનાવવા પહોંચ્યા હતા.

વર્ષ-૨૦૧૭માં રાજય વિધાનસભાની ચૂંટણી અગાઉ જે સમયે નરહરીઅમીન ભાજપમાં જાડાયા એ સમયે હાલના કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન શેખે જાહેરમાં કોંગ્રેસ માટે અપમાનજનક શબ્દ પ્રયોગો સાથે કશુ ભાંડવામા બાકી રાખ્યુ ન હતુ. આમ છતાં બદરૂદીન શેખ અહેમદ પટેલના ખાસ મનાતા હોઈ કોંગ્રેસના નેતાઓ તેમની સામે કાર્યવાહી કરવા મામલે કાંઈ ઉકાળી શકયા ન હતા.

આ વખતે પણ બહેરામપુરાની પેટા ચૂંટણી અગાઉ પ્રવકતા તરીકે રાજીનામુ આપવાનો તાયફો કરનાર બદરૂદીન શેખ હવે ૬૭ વર્ષના થઈ ગયા હોઈ પક્ષમાંથી તેમને હાંકી કાઢવા યુવા નેતાઓ દ્વારા રજુઆત કરાઈ હોઈ બદરૂદીન દોડીને રાહુલ ગાંધીને દુઆ -સલામ કરવા પહોંચ્યા હોવાનુ કોંગ્રેસના આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

(12:57 pm IST)