Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ખાનગી શાળાઓની પ્રકાશન સાથે સાંઠગાઠ સામે સરકારે લાલ આંખ: દફ્તરનું વજન વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધારે ન હોવું જોઇએ: સમય પત્રક એવી રીતે ગોઠવવું કે જેથી તમામ પુસ્તકો ન લાવવા પડે

ગાંધીનગર :  બાળકોના ખભા ઉપર આખા ખભાનો ભાર હોય તેટલુ વજન તેમની સ્કુલબેગમાં હોય છે ત્યારે શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લા અધિકારઓને વિદ્યાર્થીઓની સ્કુલ બેગના વજનની તપાસ કરવા અંગે સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે શાળાના બાળકોના દફ્તરમાં દસ કિલો જેટલુ વજન હોય છે. શિક્ષણવિભાગની ગાઈડલાઈનને તો ખાનગી શાળાઓ ઘોળીને પી ગઈ છે.

ખાનગી પ્રકાશનોની સ્વા. પોથી, પાઠ્યપુસ્તક, ગાઈડ, અપેક્ષીત, સ્વાયધ્યાપત્રક, નોટબુક, વર્ગબુક સહિતનો લગભગ ચારથી પાંચ કિલો સુધીનો ભાર હોય છે. ગાંધીનગર શિક્ષણના અધિકારીઓ દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને વિદ્યાર્થીઓના દફ્તરના વજન તપાસ કરવાની સૂચના અપાઈ છે. ખાનગી શાળાઓના પ્રકાશન સાથેના સંબધો વિદ્યાર્થીઓના ખભા ઉપર વજનનું કારણ બન્યા છે. માન્યતા વગરના પુસ્તકો, માર્ગદર્શિકા, સ્વાધ્યાય પોથી, નિબંધમાળા વગેરેનો ઉપયોગ સ્કૂલમાં કરી શકાશે નહીં તેવી શિક્ષણવિભાગની ગાઈડલાઈનને તો ખાનગી શાળાઓ ઘોળીને પી ગઈ છે.

ખાનગી શાળાઓની પ્રકાશન સાથે સાંઠગાઠ સામે સરકારે લાલ આંખ કરી છે. ખાનગી પ્રકાશનના પુસ્તકોને લઈને બેગનું વજન વધે છે. બેગનો વજન ઘટાડવા માટે શિક્ષણ વિભાગે હુકમ કર્યો. જિલ્લાના કેટલાક નિરીક્ષકો દ્વારા આદેશનો અનાદર કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગે નક્કી કરેલા ફોર્મેટમાં વજન રાખવાનો નિરીક્ષકોએ અનાદર કર્યો હતો.

    દફ્તરનું વજન વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધારે ન હોવું જોઇએ

    સત્તા મંડળ દ્વારા પ્રિન્ટ કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ થવો જોઇએ

    માન્યતા વગરના પુસ્તકો, માર્ગદર્શિકા, સ્વાધ્યાય પોથી, નિબંધમાળા વગેરેનો ઉપયોગ સ્કૂલમાં કરી શકાશે નહીં

    સમય પત્રક એવી રીતે ગોઠવવું કે જેથી તમામ પુસ્તકો ન લાવવા પડે

    ધો. 1 અને 2ના વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારનું ગૃહકાર્ય ન આપવું

    ધો.3થી 5ના વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાકનું જ ગૃહકાર્ય આપવું

    ધો.6થી8ના વિદ્યાર્થીઓને એક કલાકનું જ ગૃહકાર્ય આપી શકાશે.

નવેમ્બર 2018માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ સ્કૂલે લઇને આવતા દફ્તરના વજનની લીમિટ અંગે સ્કૂલોને સરક્યુર કરાયો છે. ટૂંકમાં આ નિયમ રાજ્યોમાં લાગુ કરાશે. સરક્યુલરમાં ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્કૂલે લઇને આવતા દફ્તરનું વજન નક્કી કરાયું છે. જેમાં ધો.1-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દફ્તરનું વજન દોઢ કિલો કરતા વધુ ન રાખવા તેમજ હોમવર્ક ન આપવાની સૂચના આપી છે. તજજ્ઞોના મતે કેન્દ્રે શિક્ષણ પોલીસીમાં બદલાવ કરાઈ રહ્યાં છે. આવનારા સમયમાં દરેક રાજ્યોમાં દફ્તરના વજનની લિમિટ અંગેનો નિયમ અમલ થઇ શકે છે. સ્કૂલોએ કોઇપણ સંજોગોમાં નક્કી કરેલા દફ્તરની લિમિટ કરતા વધારે પુસ્તકો મંગાવવા નહીં.

ધોરણ પ્રમાણે કેટલુ વજન નક્કી કરવામાં આવ્યુ છે?

    ધોરણ 1-2માં 1.5 કિલો

    ધોરમ 3-5માં 2-3 કિલો

    ધોરણ 6-7માં 4 કિલો

    ધોરણ 8-9માં 4.5 કિલો

    ધોરણ 10માં 5 કિલો

(7:10 pm IST)