Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અમદાવાદ એરપોર્ટ પર 12 ફ્લાઈટો મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ફલાઇટ અંદાજે 45 મિનિટથી દોઢ કલાક સુધી મોડી પડી

 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે પણ સ્પાઇસ જેટ, ગો એર સ્ટાર એરલાઇન્સની મળીને કુલ 12 જેટલી ફલાઇટ મોડી પડી છે. જેથી અમદાવાદથી દિલ્હી-મુંબઇ-બેલગામ, ચેન્નાઇ અને પુના જતી ફલાઇટ અંદાજે 45 મિનિટથી દોઢ કલાક સુધી મોડી પડતા મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

(10:57 pm IST)