Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મનપાની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા પાણીની બચત એ આજના સમયની માંગ: વિજયભાઈ રૂપાણી

સુરતમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

સુરતમાં આજથી બે દિવસીય ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક મળી હતી મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા સીએમ રૂપાણીએ કહ્યું કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા હોવી જોઇએ. જ્યારે પાણીની બચત એ આજના સમયની માંગ છે.

 

     સીએમ વિજયભાઈ  રૂપાણીએ સુરત ખાતે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકને સંબોધન કરતાં કહ્યું કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા હોવી જોઇએ. ખાલી વચનો આપવાથી નહીં ચાલે, કામ પણ કરવું પડશે. જ્યારે પાણીની બચત એ આજના સમયની માંગ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા જોઇએ. જ્યારે સોલાર સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. ગુજરાતનો વિકાસ જોવા તમે આવો તમને આવકારાશે.

 

  સુરમાં આજથી બે દિવસીય ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકનો પ્રારંભ થયો છે. જેની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. આ બેઠકમાં દેશના 25 મેયર હાજર રહ્યાં છે. જેમાં ગુજરાતના પણ 6 મેયર બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા  આ બેઠકમાં મનપાના વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

(11:48 pm IST)