Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ચોરીના આરોપીને પકડવા ગયેલ પારડી પોલીસ પર રાજસ્થાનમાં હુમલા કેસમાં ટોળા સામે ફરિયાદ નોંધાઈ

 

વલસાડ જિલ્લામાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ગયેલી પારડી પોલીસ પર ગામ લોકોએ હિંસક હુમલો થયો હતો. ઘટનામાં વલસાડના પીએસઆઇ રાઠોડે 100 લોકોના ટોળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે

  . પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પી એસ આઈ જી.આઈ. રાઠોડ, હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂત, પોલીસ કોન્સટેબલ અમિત પટેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના લોકેશન ટ્રેસ કરી તેને પકડવા ખાનગી કારમાં રાજસ્થાનના કુશલ ગઢ બરસી ગામે પહોંચ્યા હતાંપોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી તે વેળા ગામલોકો એકત્ર થઇ ગયાં હતાં. તેમણે પોલીસ ટીમ પર હુમલો કરતાં પારડી પોલીસના કર્મચારીઓને ઇજા પહોંચી હતી.

  ઘટનામાં કુશલ ગઢ પોલીસ મથકે પી એસ આઈ જી.આઈ. રાઠોડે નરબૂ નામક ઈસમ તેમજ 100થી વધુ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. વલસાડના ડીવાયએસપી મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉદવાડા અને કોલક ગામે થયેલ ચોરીના ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડયાં હતાં. તેમના સાગરિતો રાજસ્થાનમાં હોવાની બાતમી મળતાં પોલીસ ટીમ ત્યાં ગઇ હતી અને ઘટના બની હતી.

(11:43 pm IST)
  • ઇડીએ ઓડીસામાં ભૂષણ પાવર અને સ્ટીલની 4025 કરોડની કિંમતની બિલ્ડીંગ,પ્લાન્ટ,જમીન અને મશીનરીને જપ્ત કરી : બેન્ક ફ્રોડ મામલામાં કંપની પર હજારો કરોડના ગોટાળાનો આરોપ access_time 9:18 pm IST

  • મુંબઈમાં આજે રાહુલ ગાંધીની રેલીમાં મુંબઈ કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ મિલિન્દ દેવરા અને સંજય નિરુપમ ગેરહાજર રહ્યાં હતા access_time 11:01 pm IST

  • રાજકોટના ભોંમેશ્વર વિસ્તારમાંથી આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ : ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીને શોધવા નાકાબંધી કરી ; અપહરણની ઘટના સીસીટીવમાં કેદ : access_time 11:27 pm IST