Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

સુરત એરપોર્ટ પરથી 90 લાખના સોના સાથે વલસાડનો યુવક ઝડપાયો :પેન્ટ અને ગુપ્તભાગમાં છુપાવ્યું હતું સોનુ

શાહજહાંથી સુરત આવતી ફ્લાઈટમાંથી 90 લાખની કિંમતના 2200 ગ્રામની સોનાની દાણચોરી કસ્ટમ વિભાગે અટકાવી

 

સુરતનું એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાંથી સુરત આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોનાની દાણચોરી કરતા કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે વલસાડના એક યુવકને 90 લાખના સોના સાથે ઝડપી પડ્યો હતો.

 શાહજહાંથી સુરત આવેલી ફ્લાઈટમાં એર ઇન્ટેલિજન્સ યુનિટે એક યુવકને મુસાફરને પૂછપરછ માટે અટકાવ્યો હતો. મૂળ વલસાડના યુવકની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન તેણે પેન્ટ અને ગુપ્તાંગના ભાગે છુપાવેલુ સોનું મળી આવ્યું હુતં. કસ્ટમ વિભાગે સોનાનો આંકડો અંદાજે 90 લાખ જેટલો બતાવ્યો હતો. કસ્ટમ વિભાગે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ, 90 લાખની કિંમતના 2200 ગ્રામની સોનાની દાણચોરી થતી કસ્ટમ વિભાગે અટકાવી છે.

(11:42 pm IST)