Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા જીઆઇડીસીમાં મેડીકલ કેમ્પ યોજાયો

કામદારોના લાભાર્થે આંખ અને દાંતને લગતા રોગોના નિદાન અને સારવાર કેમ્પ કરાયો

વિરમગામ: લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. વિરમગામની બાજુમાં હાંસલપુર ખાતે જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. કારખાનાઓમાં કામ કરતા કારીગરો - કામદારોના લાભાર્થે, આંખ અને દાંતને લગતા રોગોના નિદાન અને સારવાર માટે  કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

   આ કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના પ્રમુખ હરિવંશભાઈ શુક્લ એ જણાવ્યું હતું કે, આજનો કેમ્પ કામદારો, લાયન્સ સભ્યો અને જી.આઇ.ડી.સી. એસોસિયેશનના હોદ્દેદારોના સાથ અને સહકારથી ખૂબ જ સફળ રહેલ છે. પ્રોજેક્ટ ચેરમેન તરીકે લાયન રમેશભાઈ ચોવિસાની કામગીરી પ્રશંસનીય રહી હતી. લાયન્સ કલબ વતી ઝોન ચેરમેન અશ્વિનભાઈ વોરાની સાથે સાથે ઘણા બધા લાયન્સ સભ્યો અને ભૂતપૂર્વ પ્રમુખો હાજર રહેલ હતા. જી.આઇ.ડી.સી. વતી ઉપપ્રમુખ  છેલભાઈ મોરી અને  મંત્રી  દિલીપભાઈ ઉપાધ્યાય ડોક્ટર્સનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરેલ તેમજ લાયન્સ કલબનો આ સેવા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો

(10:26 pm IST)