Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અરવલ્લીના શામળાજી પાસે અણસોલ નજીક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી: હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો

ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ

અરવલ્લીના શામળાજી પાસે અણસોલ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકમાં આગ લગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

  ટ્રકમાં આગ ક્યા કારણે લાગી તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. આગને પગલે રોડ પર નિકળતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

(9:42 pm IST)