Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

કડીના સરસાવમાં નવરાત્રીના ગરબામાં વીડિઓગ્રાફીના મુદ્દે જૂથ અથડામણ હથિયારોથી હુમલો : પથ્થરમારો : 10થી 12 લોકોને ઇજા : સામસામી ફરિયાદ

બન્ને સમાજના ટોળા સામસામે આવી જતાં છુટ્ટા હાથે પત્થરમારો અને હથિયારો સાથે મારામારી

કડી તાલુકાના ગામે નવરાત્રિના ગરબામાં વિડીયોગ્રાફીના મુદ્દે જૂથ અથડામણ થઇ હતી. આ મામલે સામસામી પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગામના વેરાઈ માતાના મંદિર પાસે પાટીદાર અને દરબાર કોમના યુવકો વચ્ચે ઘાતક હથિયારો અને પથ્થરમારો સર્જાયો હતો. આ દરમ્યાન બન્ને કોમના લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા બાદ બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી

 આ અંગેની વિગત મુજબ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના સરસાવ ગામે શુક્રવારે સાંજે છ વાગે જૂથ અથડામણ થઇ હતી. નવરાત્રિ પ્રસંગે વિડીયાગ્રાફી કરવાને લઇ અચાનક બબાલ ઉભી થતાં મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને સમાજના ટોળા સામસામે આવી જતાં છુટ્ટા હાથે પત્થરમારો અને હથિયારો સાથે મારામારી થઇ હતી. ઘટનાને લઇ પાટીદાર સમાજના સાતથી આઠ જ્યારે દરબાર સમાજના બેથી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને નંદાસણની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવને પગલે મહેસાણા જીલ્લા પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી કાયદો અને વ્યવસ્થા જાળવવા ગતિવિધિ કરી હતી. આ સાથે બંને સમાજે સામસામે ફરીયાદ દાખલ કરાવી છે.

પટેલ પ્રદીપભાઇ દશરથભાઇએ પોલીસમાં દરબાર ભીખાજી નવુજી,દરબાર મોન્ટુ મહોબતજી, સોઢા રાહુલ ઘનશ્યામસિંહ,વાઘેલા કુલદીપ જગાજી,વાઘેલા જગાજી ભવાનજી,સોઢા વિરલસિંહ પૃથ્વીસિંહ,સોઢા સંજયજી બાબુજી,વાઘેલા ગણેશજી ભીખાજી,ચાવડા મહેપતસિંહ ભૂપતસિંહ,સોઢા બનેસિંહ રામાજી,વાઘેલા ગણેશજી ભીખાજી,ચાવડા મહેપતસિંહ ભૂપતસિંહ,સોઢા બનેસિંહ રામાજી,વાઘેલા મહેશજી ભીખાજી,ઝાલા ચતુર ઉર્ફે જગદીશ ભીખાજી, ( તમામ રહે.સરસાવ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 જયારે સામેપક્ષે ચાવડા જીતેન્દ્રસિંહ ભૂપતસિંહએપટેલ મહેન્દ્રભાઈ રામદાસ,પટેલ અમિત ઘનશ્યામભાઈ,પટેલ વિપુલ ગજાનંદભાઈ,પટેલ પ્રદીપ દશરથભાઈ,પટેલ અરવિંદભાઈ આત્મારામ,પટેલ કિરણ મહેન્દ્રભાઈ,પટેલ વિપુલ આત્મારામભાઈ, ( તમામ રહે.સરસાવ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

(9:02 pm IST)