Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પ્રાતીજ નજીક હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : રાજકોટ જતા દંપતીનું ઘટનાસ્થળે મોત

કારનો આગળનો ભાગ ટ્રકની ભયાનક ટક્કરને પગલે દબાઇ ગયો

પ્રાંતિજ નજીક હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં  કામ અર્થે રાજકોટ જતાં દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું  ટ્રકની ભયાનક ટક્કર વાગતા કારમાં સવાર પતિ-પત્નિનું મોત થયું હતું સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના તાજપુર નજીક પતિ-પત્નિ સાથે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર થઇ દંપતિ હિંમતનગરથી અમદાવાદ હાઇવે તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન ટ્રક સાથે કારની અચાનક ટક્કર વાગતા અફરાતફરી સર્જાઇ હતી. કારનો આગળનો ભાગ ટ્રકની ભયાનક ટક્કરને પગલે દબાઇ ગયો હતો. જેમાં પતિ-પત્નિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે 108 મારફત આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિનાથી હિંમતનગર-અમદાવાદ હાઇવે અત્યંત જર્જરીત બન્યો છે. માર્ગ અકસ્માત થવાના કારણમાં હાઇવે બિસ્માર હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. વાહનચાલકો જર્જરીત હાઇવે ઉપર ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી બેસતા હોઇ વારંવાર અકસ્માતની સ્થિતિ બની રહી છે. ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠા એસપીએ અગાઉ પત્ર લખી નેશનલ હાઇવે ઓથોરીટીને અકસ્માતને લઇ જવાબદારી નક્કી કરવા કડક શબ્દોમાં જણાવ્યુ હતુ.

(9:06 pm IST)